
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ગુરુગ્રામમાં
ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપો સાથે સંબંધિત રિયલ એસ્ટેટ છેતરપિંડીના
કેસમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારના કથિત નજીકના સહયોગી અમિત કાત્યાલની ધરપકડ કરી
છે.
સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે,” ઇડીએ
ગુરુગ્રામમાં ઘર ખરીદનારાઓ સાથે કથિત છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)
ના વડા લાલુ
પ્રસાદ યાદવના પરિવારના નજીકના સહયોગી ગણાતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અમિત કાત્યાલની
ધરપકડ કરી છે. આ ધરપકડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવી
હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, “કાત્યાલને ધરપકડ
બાદ ગુરુગ્રામની એક ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો,જ્યાં તેને વધુ
તપાસ માટે છ દિવસ માટે ઇડીકસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ઇડીની તપાસ
મુખ્યત્વે ગુરુગ્રામના સેક્ટર 70 માં 14 એકરથી વધુ જમીનમાં ફેલાયેલા ક્રિશ ફ્લોરેન્સ એસ્ટેટમાં
ફ્લેટ ન પહોંચાડવાના આરોપો સાથે સંબંધિત છે. આ હાઉસિંગ પ્રોજેક્ટ કાત્યલની કંપની, એંગલ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો હતો.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ