સીતારમણે બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રના નિષ્ણાતો સાથે પ્રી-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટ 2૦૨૬-27 અંગે, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રના નિષ્ણાતો સાથે સાતમી પ્રી-બજેટ
વિત્ત


નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના

મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટ 2૦૨૬-27 અંગે,

બેંકિંગ, નાણાકીય સેવાઓ

અને વીમા ક્ષેત્રના નિષ્ણાતો સાથે સાતમી પ્રી-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી.

નાણા મંત્રાલયે એક્સ-પોસ્ટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું

કે,” બેંકિંગ, નાણાકીય સેવાઓ

અને વીમા ક્ષેત્રના નિષ્ણાતો સાથે સાતમી પ્રી-બજેટ પરામર્શ બેઠકમાં કેન્દ્રીય નાણા

રાજ્ય મંત્રી પંકજ ચૌધરી,

આર્થિક બાબતો

વિભાગ (ડીઈએ), ભારત સરકારના

મુખ્ય આર્થિક સલાહકાર અને નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) ના વરિષ્ઠ

અધિકારીઓ હાજર રહ્યા હતા.”

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક્સ-પોસ્ટ પર એક

નિવેદનમાં જણાવ્યું હતું કે,” તેમણે આજે રાષ્ટ્રીય રાજધાની, નવી દિલ્હીમાં

નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પ્રી-બજેટ

બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં બેંકિંગ, નાણાકીય અને વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.”

પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર, “બેઠક દરમિયાન, આગામી બજેટ સંબંધિત મહત્વપૂર્ણ નાણાકીય સુધારાઓ, બેંકિંગ, ફાઇનાન્સ અને

વીમા ક્ષેત્રોમાં સંભવિત તકો અને પડકારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.” તેમણે

કહ્યું કે,” આ વિચાર-મંથનની સકારાત્મક અસર ચોક્કસપણે બજેટ 2026 માં પ્રતિબિંબિત

થશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande