રામ મંદિરના શિખરની સાથે, સાત અન્ય મંદિરો પર પણ ધ્વજ ફરકાવવામાં આવશે: નૃપેન્દ્ર મિશ્રા
- 25 નવેમ્બરે ધ્વજ ફરકાવવાના સમારોહને કારણે, ભક્તો રામ લલ્લાના દર્શન કરી શકશે નહીં. અયોધ્યા, નવી દિલ્હી,19 નવેમ્બર (હિ.સ.) 25 નવેમ્બરે, અયોધ્યામાં એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે, જ્યાં રામ મંદિરન
અયોધ્યા


- 25 નવેમ્બરે ધ્વજ

ફરકાવવાના સમારોહને કારણે,

ભક્તો રામ

લલ્લાના દર્શન કરી શકશે નહીં.

અયોધ્યા, નવી દિલ્હી,19 નવેમ્બર (હિ.સ.)

25 નવેમ્બરે, અયોધ્યામાં એક

ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે,

જ્યાં રામ

મંદિરની ટોચ પર ધર્મ ધ્વજ (ધર્મ ધ્વજ) ફરકાવવામાં આવશે. આ સંદર્ભમાં, રામ મંદિર

નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે,” શેષાવતાર

મંદિર અને કિલ્લાવાળા વિસ્તારમાં છ પંચાયત મંદિરોમાં પણ, ધ્વજ ફરકાવવામાં આવશે.

ધ્વજ ફરકાવવાના સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં લગભગ ચાર કલાક

વિતાવશે.”

તેમણે જણાવ્યું હતું કે,” ધર્મ ધ્વજ (ધર્મ ધ્વજ) ના બે સફળ

પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. રામ મંદિર નિર્માણ સમિતિની દેખરેખ હેઠળ તમામ

તકનીકી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 11 મીટર પહોળો અને 22 મીટર લાંબો આ ધ્વજ

દોરડા, પુલી અને મશીનનો

ઉપયોગ કરીને, ટોચ પર ફરકાવવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે નિષ્ણાતોની

એક ટીમ તૈનાત કરવામાં આવી છે.”

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા અને સુરક્ષા

વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે,

સુરક્ષામાં કોઈ ખામી ન રહે. 25 નવેમ્બરે ધ્વજવંદન સમારોહને કારણે, ભક્તો રામ

લલ્લાના દર્શન કરી શકશે નહીં. 26 નવેમ્બરે મોટી સંખ્યામાં ભક્તોનું આગમન, વહીવટ તંત્ર

માટે મોટો પડકાર જનક હશે.

હિન્દુસ્થાન સમાચાર / પવન પાંડે / અભિષેક અવસ્થી / શિવ સિંહ

/ અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande