
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ બુધવારે
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને તેના નજીકના સહયોગી અનમોલ બિશ્નોઈને
અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કર્યું. એનઆઈએએ દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ તેની ધરપકડ કરી.
એનઆઈએએ જણાવ્યું કે,” અનમોલ બિશ્નોઈ 2022 થી ફરાર હતો અને
એનઆઈએદ્વારા, તપાસ
કરવામાં આવી રહેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર નેટવર્કમાં ધરપકડ
કરાયેલો 19મો આરોપી છે.”
માર્ચ 2023 માં દાખલ
કરાયેલી તેની ચાર્જશીટમાં,
એનઆઈએ એ જણાવ્યું
હતું કે,” અનમોલે 2020 થી 2023 વચ્ચે વિવિધ
આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેના ભાઈ લોરેન્સ બિશ્નોઈ અને નિયુક્ત આતંકવાદી ગોલ્ડી બરાડને
સક્રિય રીતે મદદ કરી હતી.”
તપાસમાં બહાર આવ્યું છે કે,” અનમોલ બિશ્નોઈ, યુએસમાં રહેતી
વખતે, બિશ્નોઈ ગેંગના
સહયોગીઓ સાથે મળીને ગેંગના આતંકવાદી નેટવર્કનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું હતું
અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો. તેણે ગેંગના શૂટર્સ અને ગ્રાઉન્ડ
ઓપરેટિવ્સને આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. તે અન્ય ગેંગસ્ટરોની
મદદથી વિદેશથી ભારતમાંથી પૈસા પડાવવામાં પણ સામેલ હતો.”
એનઆઈએહાલમાં આ કેસની તપાસ કરી રહી છે (આરસી 39/2022/ એનઆઈએ/ડીએલઆઈ), જેમાં એજન્સીનો
ઉદ્દેશ્ય આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને
હથિયારોના દાણચોરો વચ્ચેના જોડાણને તોડી પાડવાનો અને તેમના નેટવર્ક અને ભંડોળ
ચેનલોને તોડી પાડવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ