
વિજયવાડા (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). છત્તીસગઢના બસ્તરમાં 131 સુરક્ષા કર્મચારીઓની હત્યાનો આરોપી માઓવાદી નક્સલી થિપ્પીરી તિરૂપતિ ઉર્ફે દેવજી આજે રામપાચોડાવરમ જંગલ વિસ્તારમાં ગોળીબારમાં માર્યો ગયો. આંધ્રપ્રદેશ ગુપ્તચર વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજી) મહેશ ચંદ્ર લડ્ડા એ આ વાતની પુષ્ટિ કરી.
એડીજી મહેશ ચંદ્રએ જણાવ્યું કે, આજે વહેલી સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં છ થી સાત માઓવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા નક્સલીઓમાં થિપ્પીરી તિરૂપતિ ઉર્ફે દેવજી પણ હતો. દેવજી ઓડિશા-આંધ્રપ્રદેશ સરહદ પર સક્રિય હતો. નક્સલી સંગઠને દેવજીને તેના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. દેવજી પર બસ્તર ક્ષેત્રમાં 131 થી વધુ સુરક્ષા કર્મચારીઓની હત્યા કરવાનો આરોપ છે. સરકારે આ ભયાનક નક્સલીની ધરપકડ માટે 1 કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ