
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની ફિટનેસ
અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે. ગિલે સારવારનો સારો પ્રતિભાવ આપ્યો છે અને આજે
ટીમ ઈન્ડિયા સાથે ગુવાહાટી જવા રવાના થશે. જોકે, 22 નવેમ્બરથી શરૂ થતી બીજી ટેસ્ટમાં તેની
ભાગીદારી અનિશ્ચિત છે.
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ
કરતી વખતે શુભમન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ત્રણ બોલ રમ્યા બાદ હર્ટ થઈને નિવૃત્તિ
લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેને મૂલ્યાંકન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
હતો, અને ત્રીજા દિવસે, બીસીસીઆઈએ
જાહેરાત કરી હતી કે ગિલ હવે મેચમાં ભાગ લેશે નહીં.
ગિલને મેડિકલ ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો
અને બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝમાં
પુષ્ટિ આપી હતી કે શુભમન ગિલ સ્વસ્થ થઈ રહ્યો છે અને 19 નવેમ્બર, 2૦25ના રોજ ટીમ
સાથે ગુવાહાટી જશે. ત્યાં મેડિકલ ટીમ દ્વારા તેનું નિરીક્ષણ ચાલુ રહેશે, અને બીજી ટેસ્ટ
માટે તેની ઉપલબ્ધતાનો નિર્ણય વધુ તપાસ પછી લેવામાં આવશે.
નોંધનીય છે કે ગિલ ઓક્ટોબર 2024 માં ગરદનના ખેંચાણને કારણે ન્યુઝીલેન્ડ સામેની
ટેસ્ટ રમી શક્યો ન હતો. આઈપીએલ 2025 થી સતત ક્રિકેટ રમી રહેલા શુભમન તાજેતરમાં ઓસ્ટ્રેલિયા
સામેની ટી20 શ્રેણી પછી સીધા
કોલકાતા પરત ફર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ