અમેરિકન સેનેટે એપસ્ટીન ફાઇલ્સ બિલને મંજૂરી આપી, હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોકલાશે
વોશિંગ્ટન, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ): અમેરિકન સેનેટે બહુચર્ચિત એપસ્ટીન ફાઇલ્સ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ કોંગ્રેસમાં પહેલાથી જ પસાર થઈ ગયું છે. હવે, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવશે. તેમના હસ્તાક્ષર પછી, ન્યાય વિભાગ જાતીય ગુના
આકાશને નિહાળતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ): અમેરિકન સેનેટે બહુચર્ચિત એપસ્ટીન ફાઇલ્સ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ કોંગ્રેસમાં પહેલાથી જ પસાર થઈ ગયું છે. હવે, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવશે. તેમના હસ્તાક્ષર પછી, ન્યાય વિભાગ જાતીય ગુનાઓના દોષિત જેફરી એપસ્ટીન સંબંધિત ફાઇલો જાહેર કરવા માટે બંધાયેલ રહેશે.

સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, સેનેટે આ બિલને મંજૂરી આપી છે. હવે, ન્યાય વિભાગને દોષિત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત ફાઇલો જાહેર કરવાની જરૂર પડશે. આ ફાઇલો બુધવારે ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી પહોંચશે. ટ્રમ્પે પહેલાથી જ સંકેત આપ્યો છે કે, તેઓ બિલ પર હસ્તાક્ષર કરશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, જે એપસ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ તરીકે ઓળખાય છે તે બિલ, ન્યાય વિભાગને કાયદો બન્યાના 30 દિવસની અંદર એપસ્ટીન અને તેના સહ-કાવતરાખોર, ઘિસ્લેન મેક્સવેલ સંબંધિત ફાઇલો જાહેર કરવા માટે ફરજ પાડશે. તે હાઉસ 427-1 અને સેનેટમાં સર્વાનુમતે પસાર થયું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande