
બાકુ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.)
કેન્દ્રીય સંદેશાવ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ
જણાવ્યું હતું કે,” ભારતીય પ્રવાસીની સફળતા ભારતની વૈશ્વિક છબીને મજબૂત બનાવે છે, તેમના રોકાણો નવી
તકોનું સર્જન કરે છે અને તેમના બાળકો બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સેતુ તરીકે સેવા
આપે છે.”
અઝરબૈજાનના બાકુમાં ભારતીય સમુદાયને સંબોધતા ડૉ. ચંદ્રશેખર
પેમ્માસાનીએ ભારતીય પ્રવાસીને માર્ગદર્શક બનવા, યુવા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપવા, ભારતમાં રોકાણ
વધારવા અને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી. આ કાર્યક્રમમાં
ભારતીય મૂળના 1,000 થી વધુ લોકોએ
હાજરી આપી હતી.જેમાં
આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ,
આતિથ્ય અને
કોમોડિટી ટ્રેડિંગ ક્ષેત્રના વ્યાવસાયિકો તેમજ અઝરબૈજાનની વિવિધ યુનિવર્સિટીઓમાં
અભ્યાસ કરતા 380 ભારતીય
વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ડૉ. પેમ્માસાનીએ ભારતીય સમુદાયની એકતા અને સંગઠનાત્મક
ક્ષમતાઓની પ્રશંસા કરી. તેમણે ભારતીય-અઝરબૈજાની એસોસિએશન, અઝરબૈજાન-તેલુગુ
એસોસિએશન, બાકુ તમિલ સંઘમ
અને અઝરબૈજાનના ભારતીય વિદ્યાર્થી સંગઠન જેવા સંગઠનોનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે,”
હજારો કિલોમીટર દૂર હોવા છતાં, આ સમુદાય એક આધુનિક, સ્થિતિસ્થાપક અને મૂળિયાંવાળા ભારત રજૂ કરી રહ્યો છે.
ભારતની ડિજિટલ ક્રાંતિ, નવીનીકરણીય ઉર્જા, અવકાશ કાર્યક્રમ
અને આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરતા, મંત્રીએ યુવાનોને ગર્વથી તેમની બેવડી ઓળખ સ્વીકારવા અને
પ્રાચીન ભારતીય જ્ઞાનને આધુનિક બહુસાંસ્કૃતિક દ્રષ્ટિકોણ સાથે સાંકળવા વિનંતી કરી.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ