ભારતમાં જન્મેલી માદા ચિત્તા મુખીએ, પાંચ શાવકોને જન્મ આપ્યો
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતમાં જન્મેલી માદા ચિત્તા મુખીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે આ સમાચાર શેર કરીને ખુશી વ્યક્ત કરી. તેમણે એક્સપર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ઐતિહાસિક ગણા
ચિત્તા


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતમાં જન્મેલી માદા ચિત્તા મુખીએ પાંચ

બચ્ચાને જન્મ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે આ સમાચાર શેર

કરીને ખુશી વ્યક્ત કરી. તેમણે એક્સપર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ઐતિહાસિક ગણાવ્યું.

તેમણે જણાવ્યું કે,” મુખી અને તેના બધા બચ્ચા સ્વસ્થ છે.”

યાદવે કહ્યું કે,” આ સિદ્ધિ ભારતના ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો અને પ્રોજેક્ટ

ચિત્તાના ભવિષ્યમાં વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.”

ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે,” ઇતિહાસમાં આ પહેલી વાર છે કે

ભારતમાં જન્મેલા ચિત્તાએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું છે. ભારતમાં જન્મેલી પ્રથમ

માદા ચિત્તા મુખીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે, જે ભારતના ચિત્તા પુનઃસ્થાપન કાર્યક્રમ માટે એક

સીમાચિહ્નરૂપ છે.”

તેમણે જણાવ્યું કે,” આ ઘટના ચિત્તાની અનુકૂલનક્ષમતા, આરોગ્ય અને

ભારતીય નિવાસસ્થાનની પરિસ્થિતિઓમાં લાંબા ગાળાના અસ્તિત્વ માટે મજબૂત સંભાવના

દર્શાવે છે.” મંત્રીએ કહ્યું કે,” આ સિદ્ધિ ભારતમાં આનુવંશિક રીતે વૈવિધ્યસભર

ચિત્તા વસ્તી સ્થાપિત કરવાની આપણી આશાઓને વધુ મજબૂત બનાવે છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande