
પટના,નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.)
નીતિશ કુમાર આજે ગાંધી મેદાન ખાતે, 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ
સમારોહ સવારે 11:30 વાગ્યે શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી,
કેન્દ્રીય ગૃહ
અને સહકાર મંત્રી અમિત શાહ અને અન્ય અગ્રણી નેતાઓ હાજર રહેશે. નીતિશ કુમારની સાથે
ભાજપના બે નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે.
વડાપ્રધાન મોદી આજે બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય
પણ ઉમેરશે. ગાંધી મેદાન ખાતે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનારા તેઓ
પ્રથમ વડાપ્રધાન બનશે. વડાપ્રધાન મોદીની હાજરીની અપેક્ષાએ અભૂતપૂર્વ સુરક્ષા
વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી), નેશનલ સિક્યુરિટી
ગાર્ડ (એનએસજી) અને બિહાર પોલીસે,
સંયુક્ત ટીમોએ ગાંધી મેદાન અને આસપાસના વિસ્તારોમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા
ગોઠવી છે.
હજારો લોકોના અપેક્ષિત આગમનને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે
પ્રવેશ અને બહાર નીકળવાના અલગ અલગ માર્ગો નક્કી કર્યા છે. ગાંધી મેદાન ખાતેનું
સ્થળ 100,000 થી વધુ લોકોને
સમાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ