યુ-ટ્યુબએ એસજીપીસીની ગુરબાની ચેનલને સાત દિવસ માટે સસ્પેન્ડ કરી, ભાજપ તાત્કાલિક કેન્દ્રિય હસ્તક્ષેપની માંગ કરી
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) યુ-ટ્યુબએ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) ની ગુરબાની ચેનલને સાત દિવસ માટે સસ્પેન્ડ કરી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ યુ-ટ્યુબના આ પગલાની સખત નિંદા કરી અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની
ચેનલ


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) યુ-ટ્યુબએ શિરોમણી

ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) ની ગુરબાની ચેનલને સાત દિવસ માટે સસ્પેન્ડ કરી છે. ભારતીય

જનતા પાર્ટી (ભાજપ) એ યુ-ટ્યુબના આ પગલાની સખત નિંદા કરી અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની

માંગ કરી.

ભાજપના મહાસચિવ તરુણ ચુગે ગુરુવારે, યુ-ટ્યુબ પર પોસ્ટ

કરીને કહ્યું કે,” ગુરબાની માનવતા અને સેવાનો સંદેશ છે, જે જાતિ અને

સંપ્રદાયથી પર છે અને જીવન માટે માર્ગદર્શન પૂરું પાડે છે. યુ-ટ્યુબદ્વારા તેનો

પ્રચાર કરતી ચેનલ પર લાદવામાં આવેલ સાત દિવસનો પ્રતિબંધ નિંદનીય છે. ગુરબાની દરેક

ઘરમાં પહોંચે છે, ભક્તિ અને ઉપદેશો

ફેલાવે છે. YouTube એ તાત્કાલિક આ

સસ્પેન્શન હટાવવું જોઈએ. તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને તાત્કાલિક હસ્તક્ષેપ

કરવા અને ચેનલને પુનઃસ્થાપિત કરવા અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande