
અંકારા (તુર્કી),નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.)
રશિયા સાથે યુદ્ધમાં રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી તુર્કી
પહોંચ્યા છે. તેમણે બુધવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ સંકુલમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ
એર્દોગન સાથે, મુલાકાત કરી. બંનેએ રશિયા સાથે ઇસ્તાંબુલ શાંતિ મંત્રણા તાત્કાલિક
ફરી શરૂ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. એર્દોગન અને ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે,”
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે નક્કર રાજદ્વારી પ્રયાસોની
જરૂર છે. તેથી, 2022 થી અટકેલી ઇસ્તાંબુલ
શાંતિ મંત્રણા તાત્કાલિક ફરી શરૂ કરવાનો સમય આવી ગયો છે.”
તુર્કી ટુડે અખબારના અહેવાલ મુજબ,”એર્દોગને કહ્યું
હતું કે, તુર્કી રશિયા સાથે યુદ્ધવિરામ માટે મજબૂત આધાર પૂરો પાડતી કોઈપણ દરખાસ્ત
પર ચર્ચા કરવા તૈયાર છે.” તેમણે કહ્યું કે,” ન્યાયી અને સ્થાયી શાંતિનો માર્ગ ફક્ત
વાતચીત દ્વારા જ મળશે. ઝેલેન્સ્કીએ તુર્કીની મધ્યસ્થી પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત
કર્યો અને આશા વ્યક્ત કરી કે, રશિયા આ મધ્યસ્થી સ્વીકારશે.”
એર્દોગને જણાવ્યું હતું કે,” ઇસ્તાંબુલ માં ત્રણ રાઉન્ડની
વાટાઘાટો દરમિયાન નોંધપાત્ર પ્રગતિ થઈ હતી, પરંતુ વાટાઘાટો અચાનક વ્યવધાન આવી ગયું.” કેદીઓના વિનિમયમાં,
તુર્કીની ભૂમિકા અંગે, ઝેલેન્સકીએ
કહ્યું કે,” અંકારાએ આ મુદ્દા પર ઉત્તમ સહયોગ પૂરો પાડ્યો છે.” તેમણે આશા વ્યક્ત
કરી કે,” વર્ષના અંત સુધીમાં આવા વિનિમય ફરી શરૂ થઈ શકે છે.” ઇસ્તાંબુલ વાટાઘાટો
દરમિયાન, 2,000 સૈનિકો પાછા
ખેંચવામાં આવ્યા હતા.” એ નોંધવું જોઈએ કે, તુર્કીએ સમગ્ર સંઘર્ષ દરમિયાન યુક્રેન
અને રશિયા બંને સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખ્યા છે.
તુર્કીના રાષ્ટ્રપતિએ રક્તપાતનો અંત લાવવાનો પ્રયાસ કરી
રહેલા તમામ સાથીઓને ઇસ્તાંબુલ વાટાઘાટો પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવા અપીલ કરી.
તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે,” તુર્કીના ભાગીદારો શાંતિ પ્રયાસોમાં જોડાશે.”
ઝેલેન્સકી અને એર્દોગને પરસ્પર સંબંધો પર પણ ચર્ચા કરી. બંને દેશોએ પરસ્પર વેપાર $10 બિલિયન સુધી
વધારવાનું લક્ષ્ય રાખ્યું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ