મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં હિન્દી બોલવા બદલ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો; ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
મુંબઈ, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં લોકલ ટ્રેનમાં હિન્દી બોલવા બદલ પાંચ લોકોએ મરાઠી ભાષી વિદ્યાર્થીને માર માર્યો. માર મારવાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થી અર્ણવ ખૈરેએ પોતાના ઘરમાં પંખા સાથે લટકીન
મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં હિન્દી બોલવા બદલ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો; ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી


મુંબઈ, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.)

મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં લોકલ ટ્રેનમાં હિન્દી બોલવા બદલ પાંચ લોકોએ મરાઠી ભાષી

વિદ્યાર્થીને માર માર્યો. માર મારવાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થી અર્ણવ ખૈરેએ

પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. અર્ણવ ખૈરેના પિતા જીતેન્દ્ર

ખૈરેએ,કલ્યાણ સ્થિત કોલસાવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસ આ ઘટનાની

તપાસ કરી રહ્યા છે.

ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું

હતું કે,” કલ્યાણના તીસગાંવ નાકા વિસ્તારમાં સહજીવન રેસિડેન્સીમાં રહેતો

વિદ્યાર્થી અર્ણવ ખૈરે, મંગળવારે લોકલ ટ્રેનમાં મુલુંડમાં કેલકર કોલેજ જઈ રહ્યો

હતો. અર્ણવે નજીકમાં ઉભેલા મુસાફરોને હિન્દીમાં કહ્યું, થોડું આગળ

આવો. આ દરમિયાન, તેની આસપાસના

ચાર-પાંચ લોકોના જૂથે પૂછ્યું, તને મરાઠી બોલવામાં શરમ આવે છે? અને તને

મરાઠી બોલવામાં શરમ આવે છે?

ત્યારબાદ તેઓએ

તેને માર મારવાનું શરૂ કર્યું.”

આ ઘટનાથી ગભરાઈને, અર્ણવ થાણે સ્ટેશન પર ઉતર્યો અને મુલુંડ જતી બીજી લોકલ

ટ્રેનમાં ચઢી ગયો. તેણે પ્રેક્ટિકલ પૂર્ણ કર્યું, પરંતુ માનસિક તણાવને કારણે, તે કોલેજ અધવચ્ચે

છોડીને, બપોરે ઘરે પાછો ફર્યો. ત્યારબાદ અર્ણવે તેના પિતાને ફોન કરીને બધું

કહ્યું. જ્યારે તેના પિતા સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફર્યા, ત્યારે દરવાજો

અંદરથી બંધ હતો. જ્યારે અર્ણવ લાંબા સમય સુધી બહાર ન આવ્યો, ત્યારે પરિવારને

શંકા ગઈ. તેઓએ તેને વારંવાર બોલાવ્યો, પરંતુ તે બહાર આવ્યો નહીં. પડોશીઓની મદદથી, દરવાજો ખોલવામાં

આવ્યો. અર્ણવ બેડરૂમમાં છતના પંખા સાથે લટકતો મળી આવ્યો. તેને તાત્કાલિક

રૂખમિણીબાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ રાત્રે 9:05 વાગ્યે તેને મૃત જાહેર કર્યો.

બુધવારે, અર્ણવના પિતાએ, કલ્યાણ કોલસાવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નોંધાવી. તેની ફરિયાદના આધારે, પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી

દીધી છે. આ ઘટના લોકલ ટ્રેનની ભીડમાં મરાઠી-હિન્દી સંઘર્ષની હદ દર્શાવે છે.

અર્ણબના પરિવારે માંગ કરી છે કે, પોલીસ તેના મૃત્યુ માટે જવાબદાર મુસાફરો સામે કડક

કાર્યવાહી કરે.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande