કોયલાંચલના જાણીતા ઉદ્યોગપતિ એલબી સિંહના ઘરે ઇડીની ટીમ પહોંચી, કૂતરાઓને છોડી મુક્યા, 18 સ્થળોએ દરોડા પાડ્યા
ધનબાદ (ઝારખંડ), નવી દિલ્હી,21 નવેમ્બર (હિ.સ.) કોયલાંચલના જાણીતા ઉદ્યોગપતિ એલબી સિંહે આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ તેમના ઘરે પહોંચતાની સાથે જ તેમના પાલતુ કૂતરાઓને છોડી દીધા. આનાથી ટીમના પ્રવેશમાં અવરોધ ઉભો થયો.
ઇડી


ધનબાદ (ઝારખંડ), નવી દિલ્હી,21 નવેમ્બર (હિ.સ.) કોયલાંચલના જાણીતા ઉદ્યોગપતિ એલબી સિંહે આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ તેમના ઘરે

પહોંચતાની સાથે જ તેમના પાલતુ કૂતરાઓને છોડી દીધા. આનાથી ટીમના પ્રવેશમાં અવરોધ

ઉભો થયો. સિંહના કૂતરાઓને બાંધ્યા પછી જ ટીમ, નિવાસસ્થાનમાં પ્રવેશ કરી શકી. ઇડીની

ટીમે, સિંહ અને અન્ય ઉદ્યોગપતિઓના 18 સ્થળોએ દરોડા પાડ્યા.

એલબી સિંહ ભારત કોકિંગ કોલ લિમિટેડ (બીસીસીએલ) ના એક અગ્રણી

કોન્ટ્રાક્ટર છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, “બીસીસીએલ ટેન્ડરોમાં

અનિયમિતતાઓ અને વિસંગતતાઓ બહાર આવ્યા બાદ, આ કાર્યવાહી કરવામાં આવી હતી.” ઇડીના

રડાર હેઠળ આવેલા આ કોલસા વેપારીઓમાં અનિલ ગોયલ અને સંજય ખેમકાનો સમાવેશ થાય છે.

કલકતાની ઇડીની ટીમ, પશ્ચિમ બંગાળમાં કોલસાના વેપાર સાથે

સંકળાયેલા કોન્ટ્રાક્ટરો,

ટ્રાન્સપોર્ટરો

અને કેટલાક અધિકારીઓના સ્થળો પર પણ દરોડા પાડી રહી હોવાના અહેવાલ છે. આવકવેરા

વિભાગે એલબી સિંહના પરિસરમાં દરોડા પાડ્યા છે. સિંહના ખાતાઓની તપાસ દરમિયાન, ₹100 કરોડ રોકડા જપ્ત

કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ, બીસીસીએલમાં એલબી સિંહને ટેન્ડર આપવામાં ગેરરીતિનો

આરોપ લગાવતા ઇસીઆઈઆર દાખલ કર્યા બાદ ઇડીએ તપાસ શરૂ કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે,” એલબી સિંહના ધનબાદ સ્થિત

ઘરે, ઇડીની ટીમ પહોંચતા જ

કૂતરાઓને છોડી દેવામાં આવ્યા હતા. આના કારણે ઇડીની ટીમ, સિંહના ઘરે

પ્રવેશી શકી નહીં. લગભગ બે કલાક પછી, એલબી સિંહે, કૂતરાઓને બાંધીને દરવાજો ખોલ્યો.”

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande