કોંગ્રેસ 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી કરશે, એસઆઈઆર મુદ્દો ઉઠાવશે
નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા (એસઆઈઆર) અને કથિત મત ચોરીના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું એલાન કર્યું છે. પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, મત ચોરી
કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ


નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા (એસઆઈઆર) અને કથિત મત ચોરીના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું એલાન કર્યું છે. પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, મત ચોરી ભારતીય લોકશાહી માટે એક મોટો ખતરો બની ગયો છે અને તેની સામે રાષ્ટ્રવ્યાપી સંદેશ આપવો જરૂરી છે. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર ચૂંટણી પ્રક્રિયામાં પક્ષપાતનો આરોપ લગાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande