ડેફલિમ્પિક્સ 2025: મહિત સંધુએ, વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો
ટોક્યો, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) ભારતીય રાઇફલ શૂટર મહિત સંધુએ, જાપાનના ટોક્યોમાં યોજાઈ રહેલા ડેફલિમ્પિક્સ 2025માં વધુ એક મેડલ જીત્યો છે. તેણીએ શનિવારે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા ઇવેન્ટમાં, ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ
મેડલ


ટોક્યો, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.)

ભારતીય રાઇફલ શૂટર મહિત સંધુએ, જાપાનના ટોક્યોમાં યોજાઈ રહેલા ડેફલિમ્પિક્સ 2025માં વધુ એક મેડલ

જીત્યો છે. તેણીએ શનિવારે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા

ઇવેન્ટમાં, ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેનાથી સ્પર્ધામાં તેણીના મેડલની સંખ્યા ચાર થઈ ગઈ હતી.

સંધુએ ફાઇનલમાં 456.0 ના સ્કોર સાથે પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કોરિયાની ડેન જીયોંગે 453.5 સાથે સિલ્વર

મેડલ જીત્યો હતો.જ્યારે હંગેરીની

મીરા ઝુઝાના બિયાટોવ્સ્કીએ 438.6 સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની બીજી શૂટર, નતાશા જોશી, 417.1 ના સ્કોર સાથે

ફાઇનલમાં પાંચમા સ્થાને રહી હતી.

મહિતે ક્વોલિફિકેશનમાં- 585-31x સ્કોર કર્યો હતો. આમાં નીલિંગમાં 194 પોઈન્ટ, પ્રોનમાં 198 અને

સ્ટેન્ડિંગમાં 193 પોઈન્ટનો સમાવેશ

થાય છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં, ડેફલિમ્પિક્સમાં 14 મેડલ જીત્યા છે.જેમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને

ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande