
નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) શિક્ષણ મંત્રાલય 2 ડિસેમ્બરથી કાશી
તમિલ સંગમ 4.0 (કેટીએસ 4.0)નું આયોજન કરી
રહ્યું છે. તમિલનાડુના 1,400 થી વધુ
પ્રતિનિધિઓ વારાણસીમાં 15 ડિસેમ્બર સુધી
યોજાનાર સંગમમાં ભાગ લેશે.
શિક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી શરૂ કરાયેલી આ પહેલનો હેતુ, તમિલનાડુ અને
કાશી વચ્ચે પ્રાચીન સાંસ્કૃતિક, ભાષાકીય અને જ્ઞાન પરંપરાઓના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો
છે. આ કાર્યક્રમનું સંકલન આઇઆઇટી મદ્રાસ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી
રહ્યું છે.જેમાં અનેક
કેન્દ્રીય મંત્રાલયો અને ઉત્તર પ્રદેશ સરકારનો સહયોગ છે.”
2022 માં શરૂ થયેલ, સંગમએ વ્યાપક
જનભાગીદારી સાથે બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે એક મજબૂત સાંસ્કૃતિક સેતુ બનાવ્યો છે.
ચોથી આવૃત્તિની થીમ તમિલ શીખો - તમિલ કાર્કલમ છે. આ અંતર્ગત, દેશભરમાં તમિલ
ભાષા શીખવાને પ્રોત્સાહન આપવા અને ભારતના શાસ્ત્રીય ભાષાકીય વારસાને લોકપ્રિય
બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.”
તમિલનાડુના 1,400 થી વધુ પ્રતિનિધિઓ આઠ દિવસની પ્રાયોગિક યાત્રા પર નીકળશે.
આમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, મીડિયા
વ્યાવસાયિકો, કૃષિ અને સંલગ્ન
ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો, કારીગરો, મહિલાઓ અને આધ્યાત્મિક વિદ્વાનોનો સમાવેશ થશે. તેઓ વારાણસી, પ્રયાગરાજ અને
અયોધ્યાની મુલાકાત લેશે અને સાંસ્કૃતિક, સાહિત્યિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રતિનિધિઓને કાશીમાં તમિલ વારસા સ્થળોની મુલાકાત પણ લેવાશે.જેમાં
મહાન કવિ સુબ્રમણ્ય ભારતીનું પૈતૃક ઘર, કેદાર ઘાટ, લિટલ તમિલનાડુ પ્રદેશમાં કાશી મદમ, કાશી વિશ્વનાથ
મંદિર અને માતા અન્નપૂર્ણા મંદિરનો સમાવેશ થાય છે. બીએચયુના તમિલ વિભાગમાં એક
સાહિત્યિક અને શૈક્ષણિક સંવાદ પણ યોજાશે.
કેટીએસ 4.0 હેઠળની મુખ્ય પહેલોમાં સંત અગસ્ત્ય વાહન
યાત્રાનો સમાવેશ થાય છે, જે 2 ડિસેમ્બરે
તેનકાસીથી શરૂ થશે અને 10 ડિસેમ્બરે
કાશીમાં સમાપ્ત થશે. આ યાત્રા તમિલનાડુ અને કાશી વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક
માર્ગોની ફરી મુલાકાત લેશે. આ પ્રવાસ પાંડ્ય શાસક આદિ વીર પરાક્રમ પાંડિયનની એકતા
યાત્રાને સમર્પિત છે, જેમણે તેનકાસીમાં,
શિવ મંદિર બનાવીને દક્ષિણ કાશીની વિભાવનાને આકાર આપ્યો હતો.
આ ઉપરાંત, તમિલ કરકલમ અભિયાન હેઠળ, 50 તમિલ શિક્ષકો કાશીની શાળાઓમાં તમિલ શીખવશે. ઉત્તર પ્રદેશના
વિદ્યાર્થીઓ માટે તમિલનાડુ અભ્યાસ પ્રવાસ: આ કાર્યક્રમ હેઠળ કુલ 300 વિદ્યાર્થીઓને, 15 દિવસ માટે
તમિલનાડુ મોકલવામાં આવશે. ત્યાં, તેમને તમિલ ભાષા, સંસ્કૃતિ અને વારસાનો પરિચય કરાવવામાં આવશે.
બધી શ્રેણીઓ માટે નોંધણી પોર્ટલ kashitamil.iitm.ac.in પર ઉપલબ્ધ છે.જેની અંતિમ તારીખ
21 નવેમ્બર, 2025 રાત્રે 8 વાગ્યા સુધી હતી.
પસંદગી ક્વિઝ 23 નવેમ્બરે
યોજાશે. તમિલનાડુ અભ્યાસ પ્રવાસ માટે સમર્પિત નોંધણી પોર્ટલ kashitamil.bhu.edu.in પર ઉપલબ્ધ છે.
કાશી તમિલ સંગમ 4.૦ એ સાંસ્કૃતિક આદાનપ્રદાન અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો
એક મહત્વપૂર્ણ પ્રયાસ છે,
જે ભારતના સભ્યતા
સાતત્ય અને વિવિધતામાં એકતાના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ