
ચંડીગઢ, નવી દિલ્હી,22 નવેમ્બર (હિ.સ.)
પંજાબ પોલીસે સરહદ પારથી આવતા ડ્રગ્સ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને 50 કિલોગ્રામ
હેરોઈન સાથે એક યુવકની ધરપકડ કરી છે. એક કિલોગ્રામ હેરોઈન હાલમાં આંતરરાષ્ટ્રીય
બજારમાં ₹5 કરોડની કિંમતનું
છે.
પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે શનિવારે અહીં પત્રકારોને
જણાવ્યું હતું કે,” એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે કપૂરથલાના રહેવાસી સંદીપ સિંહ
ઉર્ફે સીમાની ધરપકડ કરી છે,
જેનો
પાકિસ્તાનમાં આઇએસઆઇસમર્થિત સંગઠનો સાથે સંબંધ છે. આ હેરોઈન સરહદ પારથી અહીં
દાણચોરી કરવામાં આવ્યું હતું.”
તેમણે જણાવ્યું હતું કે,” સંદીપ ઉર્ફે સીમા સામે ડ્રગ્સની
હેરાફેરી માટે પહેલાથી જ પાંચ કેસ નોંધાયેલા છે. આરોપી તાજેતરમાં જામીન પર
જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે ફરી દાણચોરી શરૂ કરી હતી.” તેમણે જણાવ્યું હતું
કે,” પોલીસે ગુપ્ત માહિતીના આધારે આરોપી પર નજર રાખી હતી અને માહિતીમાં આપેલા
સ્થળે દરોડા પાડીને હેરોઈન કબજે કર્યું હતું.”
ડીજીપીએ જણાવ્યું હતું કે,” પંજાબ અને અન્ય રાજ્યોમાં
આરોપીના અન્ય દાણચોરો સાથેના સંબંધો અને તે હેરોઈન ક્યાં સપ્લાય કરવાનો હતો તે
શોધવા માટે પૂછપરછ ચાલી રહી છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની
કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ