
જૂનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : બનાવની વિગત એવી છે કે એક સગર્ભા બહેન ગુરુવારે રાત્રે પ્રાઇવેટના યુએસજી રિપોર્ટ સાથે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા. પ્રાઇવેટના યુએસજી રિપોર્ટમાં જ ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે તેવું લખેલું હતું. તેમની નોર્મલ ડિલિવરી કરાવવાનું સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતું અને નોર્મલ ડિલિવરી ન થતા ત્યારબાદ દર્દીના સગા દર્દીને રાત્રેથી લઈ જતા સિઝેરિયન સેક્શન કરવામાં આવેલ ન હતું.
અન્ય એક કિસ્સામાં, સગર્ભા માતાની ડિલિવરી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે થયેલ હતી અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું ૬૦૦ ગ્રામ હતું. આવા કિસ્સામાં બાળકને બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણા નવજાત શિશુ સારવાર વિભાગ એનઆઈસીયુ દ્વારા બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો. આપણા તમામ પ્રયત્નો કરવા છતાં બાળકને બચાવી શકેલ નહોતા. આમ, એક જ ઓછા મહિને જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત બાળકનું મૃત્યુ થયેલ હતું.
અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 ડિલિવરી કરાવવામાં આવે છે. તથા ગાયનેક વિભાગને નેશનલ લેવલ LaQshya ઇન્સ્પેક્શન અંતર્ગત ક્વોલિટી બાબતે 94% સ્કોર સાથેનું સર્ટિફિકેટ પણ મળેલ છે. તથા નવજાત શિશુ સારવાર વિભાગ દ્વારા પણ ખૂબ જ સારી ગુણવત્તા સભર સારવાર આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ