
ગીર સોમનાથ 23 નવેમ્બર (હિ.સ.) : તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનારના પટાંગણમાં વડીલોની, સુરક્ષા અને અધિકારો અધિનિયમ 2007 વિશે બાળાઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી. લીગલ સેક્રેટરી અંકિતાબેન ડોડીયા દ્વારા બાળાઓને વડીલોના અધિકારો અને પાલન પોષણ માટે મળતી રકમ અને લાભો વિશે સમજાવ્યું. તેમજ કાનૂની સલાહકાર પ્રકાશ જે મકવાણા એ વરિષ્ઠ નાગરિકોને મળતા લાભો અને સહાય તેમજ વડીલોના કલ્યાણ માટેના કાયદાઓની ઝાંખી રજૂ કરી અને શાળાના આચાર્ય નિમુબેન ચાવડા દ્વારા વિવિધ ઉદાહરણો દ્વારા વડીલોના સન્માન અને સંભાળની પ્રતિજ્ઞા લેવડાવી તેમજ સ્ટાફ અને બાળાઓ હાજર રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ