ચાણસ્મા વિધાનસભાના બૂથ 277 પર SIR કામગીરીની, BJP જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ સિંધવે દ્વારા સમીક્ષા
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવે ચાણસ્મા વિધાનસભાના બૂથ ક્રમાંક 277ની મુલાકાત લઈને SIR (સ્પેશિયલ ઇલેક્ટોરલ રોલ રિવિઝન) કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત SIR સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત યોજાઈ હતી.
ચાણસ્મા વિધાનસભાના બૂથ 277 પર SIR કામગીરીની BJP જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવે દ્વારા સમીક્ષા

પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવે ચાણસ્મા વિધાનસભાના બૂથ ક્રમાંક 277ની મુલાકાત લઈને SIR (સ્પેશિયલ ઇલેક્ટોરલ રોલ રિવિઝન) કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત SIR સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત યોજાઈ હતી.

અધ્યક્ષ સિંધવે બૂથ પર ચાલતી કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી. બેઠક દરમિયાન કાર્યકરોની મુશ્કેલીઓ સાંભળી અને કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમીક્ષા દરમિયાન 69% કામગીરી પૂર્ણ થઈ હોવાની માહિતી આપવામાં આવી.

આ બેઠકમાં BLO કલ્પેશભાઈ, BLA2 વજુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ રથવી, બૂથ પ્રમુખ ભગવાનભાઈ પ્રજાપતિ, રતુભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને SIR ડ્રાઇવને વધુ સક્રિય બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande