
જુનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અન્વયે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જુનાગઢ દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ મતદાન મથક જેવા બહાઉદ્દીન સાઈન્સ સ્કૂલ, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, લોઢિયા વાડી, નરસિંહ વિદ્યામંદિર, પી.એમ. કન્યા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તથા પ્રાંત અધિકારીનીકચેરી, જુનાગઢ ખાતે બુથ લેવલ ઓફિસર દ્વારા થતી ડિજિટાઇઝ કામગીરીની સમીક્ષા કરી તેમજ જુનાગઢ જિલ્લામાં સૌપ્રથમ સો ટકા કામગીરી કરનાર જૂનાગઢના બીએલઓ હિરેનભાઈ કાનજીભાઈ દેવરા તથા વિસાવદરના બીએલઓ ભગીરથરાજ સાંકળિયાને સન્માનપત્રથી પ્રોત્સાહીત કરેલ.
જિલ્લાના કુલ 13,00,344 મતદારોમાંથી 5,30,232 મતદારોના ગણતરી ફોર્મ એટલે કે 40.78 % ફોર્મ ડિજિટાઇઝ થઈ ગયેલ છે. હવે તા. 23/11/2025 થી તા. 04/12/2025 ફોર્મ જમા કરાવવાનો ખૂબ જ ટૂંકો સમયગાળો હોય, મતદારોને વહેલી તકે ફોર્મ જમા કરાવવા અપીલ છે. ઉક્ત સમયગાળામાં મતદારો દ્વારા ફોર્મ જમા કરાવવામાં નહીં આવે તો મતદારનું નામ તારીખ 09/12/2025 ના રોજ પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી શકે છે. જેથી પોતાનું નામ ડ્રાફ્ટયાદીમાં જોવા માંગતા હોય તો વહેલી તકે ફોર્મ જમા કરાવો અને ડ્રાફ્ટ યાદીમાં નામ નોંધાવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ