છત્તીસગઢમાં 20 સ્થળોએ એસીબી-ઈઓડબ્લ્યુ ટીમોએ દરોડા પાડ્યા
રાયપુર, નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.): એક્સાઇઝ અને ડીએમએફ કેસના સંદર્ભમાં, રવિવારે સવારે છત્તીસગઢમાં એસીબી-ઈઓડબ્લ્યુ ટીમોએ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીના સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, રાયપુરના રામા ગ્રીન કોલોનીમાં ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનર નિરંજન દા
ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનર નિરંજન દાસના નિવાસસ્થાને દરોડા


રાયપુર, નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.): એક્સાઇઝ અને ડીએમએફ કેસના સંદર્ભમાં, રવિવારે સવારે છત્તીસગઢમાં એસીબી-ઈઓડબ્લ્યુ ટીમોએ દરોડા પાડ્યા હતા.

તપાસ એજન્સીના સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, રાયપુરના રામા ગ્રીન કોલોનીમાં ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનર નિરંજન દાસના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓ હાલમાં દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. અમલીડીહના લા વિસ્ટા કોલોનીમાં ઉદ્યોગપતિ હરપાલ અરોરાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બિલાસપુરમાં અશોક ટુટેજાના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાયપુરના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, રામા ગ્રીન કોલોનીમાં ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનર નિરંજન દાસના નિવાસસ્થાન તેમજ અંબિકાપુર અને કોંડાગાંવ સહિત વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એસીબી-ઈઓડબ્લ્યુ અધિકારીઓ દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. એસીબી-ઈઓડબ્લ્યુ અધિકારીઓ સુરગુજા જિલ્લા મુખ્યાલયમાં પશુચિકિત્સા ડૉક્ટર ડૉ. તનવીર અહમદ અને સપ્લાયર અમિત અગ્રવાલના નિવાસસ્થાને પણ હાજર છે અને તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ આબકારી મંત્રી કવાસી લખમા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ, ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અનિલ ટુટેજા અને એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબરની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, આબકારી વિભાગના 28 અધિકારીઓ પણ આરોપી હતા, અને સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande