અજમેરમાં યોજાનારા ઉર્ષ અનુસંધાને પોરબંદરથી વધારાની ટ્રેન દોડાવવા માંગ
પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : અજમેરમાં યોજાનારા ઉર્ષ અનુસંધાને પોરબંદરથી અજમેર જવા આવવાની વધારાની ટ્રેન ફાળવવા માંગ થઈ છે. સુની અંજુમને ઇસ્લામના હોદેદારો ઉપપ્રમુખ એડવોકેટ અકબર સીલેમાન સેલોત, સેક્રેટરી અશરફ યુસુફ અફીણી, જો.સેક્રેટરી એડવોકેટ હારૂન ક
અજમેરમાં યોજાનારા ઉર્ષ અનુસંધાને પોરબંદરથી વધારાની ટ્રેન દોડાવવા માંગ


પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : અજમેરમાં યોજાનારા ઉર્ષ અનુસંધાને પોરબંદરથી અજમેર જવા આવવાની વધારાની ટ્રેન ફાળવવા માંગ થઈ છે.

સુની અંજુમને ઇસ્લામના હોદેદારો ઉપપ્રમુખ એડવોકેટ અકબર સીલેમાન સેલોત, સેક્રેટરી અશરફ યુસુફ અફીણી, જો.સેક્રેટરી એડવોકેટ હારૂન કાસમ સાટી, ખજાનચી દાઉદભાઈ કાસમભાઈ શેઠા, ઓડિટર યાકુબ હારૂન મુલ્લા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત આવેદનપત્ર પાઠવી એવી રજુઆત કરવામાં આવી છે કે વિશ્વ વિખ્યાત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ અજમેરીનું વાર્ષિક ઉર્ષ ચાલુ થવાનું હોય દર વર્ષે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ચાદર ચડાવે છે અને આ દરગાહ હિન્દુ-મુસ્લીમ આસ્થાનું પ્રતિક છે.

જેથી જ સમગ્ર ભારતમાંથી ઉર્ષમાં જવા માટે જન સેલાબ ઉમટી પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉર્ષમાં જવાના હોય અને રેલ્વેના નિયમ મુજબ વેટિંગ ટિકિટવાળા હવે મુસાફરી કરી શક્તા નથી હાલ તમામ ટ્રેનો ફુલ હોય અને વેઇટીંગ ટિકિટ પણ મળતી ન હોય જેને કારણે અનેક લોકો અજમેર ઉર્ષનાં મેળામાં હાજર રહી શકશે નહી.

જેથી આપને વિનંતી સહ અરજ કરવાની કે પોરબંદરથી વાયા જેતલસર થઈ અજમેર અને અજમેરથી પોરબંદર વધારાની ટ્રેન મુકવા અમો સુન્ની અંજુમને ઇસ્લામ તરફથી આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બાબત ઉપર વધુમાં વધુ ધ્યાન આપી યોગ્ય કરવા વિનંતી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande