ગાંધીનગર મનપા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 ના અંદાજપત્ર માટે, શહેરીજનો પાસેથી સૂચનો મંગાવવા બાબત
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ અને શહેરના સર્વાંગી વિકાસ માટેના સૂચનો અંદાજપત્રમાં સમાવેશ કરવાના હેતુથી પ્રજાજનો પાસેથી સૂચનો મંગાવવામાં આવે છે. શહેરી સુવિધાઓ: પાણી પુરવઠો, ગટ
ગાંધીનગર મનપા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 ના અંદાજપત્ર માટે, શહેરીજનો પાસેથી સૂચનો મંગાવવા બાબત


ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ અને શહેરના સર્વાંગી વિકાસ માટેના સૂચનો અંદાજપત્રમાં સમાવેશ કરવાના હેતુથી પ્રજાજનો પાસેથી સૂચનો મંગાવવામાં આવે છે. શહેરી સુવિધાઓ: પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ-રસ્તા અને ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટિંગ.

પર્યાવરણ અને સ્વચ્છતા: કચરાનું વ્યવસ્થાપન, બાગ-બગીચા, વૃક્ષારોપણ, પ્રદૂષણ નિયંત્રણ.

શિક્ષણ અને આરોગ્ય: મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ અને દવાખાનાઓમાં સુધારા.

પરિવહન અને ટ્રાફિક: જાહેર પરિવહન સેવાઓ (બસ), પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન.

સામાજિક કલ્યાણ: ગરીબો અને વંચિતો માટેની યોજનાઓ, મહિલાઓ અને બાળકો માટેના કાર્યક્રમો.

ટેકનોલોજીનો ઉપયોગ: ઈ-ગવર્નન્સ, ઓનલાઈન સેવાઓ, સ્માર્ટ સિટી પહેલ. વગેરે બાબતે સૂચનો ઇમેઇલ દ્વારા મોક્લી શકે છે. સૂચનો આ જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયાની તારીખથી 7 દિવસ સુધીમાં મોકલી આપવાના રહેશે. તમારા સૂચનો નીચેના ઈ-મેઈલ આઈ.ડી. પર મોકલી શકો છો: gmcbudgetdata@gmail.com

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande