વેરાવળમાં ઓવરબ્રિજ કામ ઠપ, એકમાત્ર માર્ગ પર ભારે ટ્રાફિકથી જનજીવન મુશ્કેલ
ગીર સોમનાથ, 23 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ બંદર વિસ્તારમાં સાઈ ગળા પાસેના રેલવે ફાટકનો ઓવરબ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી ભીડીયા-ભાલકા-સોમનાથ તરફ જવા માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો છે. તે પણ મચ્છીનું પાણી પડવાથી રોડ ભિનો થાય છે અને નાના મોટા અકસ્માત પણ થાય
વેરાવળમાં ઓવરબ્રિજ કામ


ગીર સોમનાથ, 23 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ બંદર વિસ્તારમાં સાઈ ગળા પાસેના રેલવે ફાટકનો ઓવરબ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી ભીડીયા-ભાલકા-સોમનાથ તરફ જવા માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો છે. તે પણ મચ્છીનું પાણી પડવાથી રોડ ભિનો થાય છે અને નાના મોટા અકસ્માત પણ થાય છે, એકમાત્ર રસ્તે ભારે ટ્રાફિક થતા દરરોજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તદુપરાંત, બંદર વિસ્તારમાં આવેલા ત્રણ પુલ નબળા હોવા છતાં ભારે વાહનોનો અવરજવર ચાલુ રહેતા જોખમ વધ્યું છે. સ્થાનિકો ઓવરબ્રિજના કામમાં ઝડપ લાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande