ગીર સોમનાથ જિલ્લાના બામણાસા ગીર પ્રાથમિક શાળા દ્વારા પ્રશ્નોત્તરી, રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 23 નવેમ્બર (હિ.સ.) : તાલાલાનાં બામણાસા ગીર પ્રાથમિક શાળાનો ટ્વીનિંગ ઓફ સ્કૂલ અંતર્ગત આજે આંકોલવાડી પે સેન્ટરની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવામાં આવેલ હતી. તે અંતર્ગત આજે વિદ્યાર્થીઓને શાળાની મુલાકાત, લેબ, બાલસભા ગીત સંગીત પ્રશ્નોત્તરી તે
ગીર સોમનાથ જિલ્લાના બામણાસા ગીર પ્રાથમિક શાળા દ્વારા પ્રશ્નોત્તરી, રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું


ગીર સોમનાથ, 23 નવેમ્બર (હિ.સ.) : તાલાલાનાં બામણાસા ગીર પ્રાથમિક શાળાનો ટ્વીનિંગ ઓફ સ્કૂલ અંતર્ગત આજે આંકોલવાડી પે સેન્ટરની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવામાં આવેલ હતી. તે અંતર્ગત આજે વિદ્યાર્થીઓને શાળાની મુલાકાત, લેબ, બાલસભા ગીત સંગીત પ્રશ્નોત્તરી તેમજ રમતગમત જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમાં બામણાસાગે પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓને સ્કૂલમાં લેબની માહિતી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, તેમાં વિદ્યાર્થીઓમાં રહેલ પોતાનું કૌશલ્ય અને પ્રતિભા છે તે વિદ્યાર્થીઓએ પોતાનું કોવત દેખાડીને પોતાનામાં રહેલ શક્તિને ઉજાગર કરેલ હતી અને સાબિત કરેલ હતી અંતમાં ટ્વીનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મનોજભાઈ મકવાણાએ સંચાલન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande