વિસનગરના કમાણા ખાતે રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ
મહેસાણા, 23 નવેમ્બર (હિ.સ.) : વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા કમાણા ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મંત્રીના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સન્માનપત્ર
વિસનગરના કમાણા ખાતે રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ

વિસનગરના કમાણા ખાતે રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ

વિસનગરના કમાણા ખાતે રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ

મહેસાણા, 23 નવેમ્બર (હિ.સ.) : વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા કમાણા ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મંત્રીના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને કારણે કાર્યક્રમમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો.

સમારોહમાં સંબોધન કરતા મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણના વધતા મહત્વને રેખાંકિત કર્યું. તેમણે જણાવ્યું કે આજના સમયમાં શિક્ષણ વિના કોઈપણ સમાજની પ્રગતિ શક્ય નથી, અને રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માન આપવાનો આ પ્રયત્ન સમાજમાં શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. શિક્ષિત દીકરા-દીકરીઓ સમાજનું નામ રોશન કરે છે અને આવો સન્માન સમારોહ તેમને વધુ પ્રેરણા પૂરી પાડે છે.

મંત્રી મહોદયે વધુમાં ઉમેર્યું કે સમાજના વડીલો દ્વારા સંતાનના અભ્યાસનું સતત માર્ગદર્શન અપાશે તો શિક્ષણનું પ્રમાણ આપોઆપ વધી શકે. સાથે જ શિક્ષિત યુવાનોએ સમાજના શિક્ષણ વિકાસ માટે આગળ આવવું જોઈએ, જેથી સમાજ ઝડપથી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande