
જૂનાગઢ 23 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ SIR અંતર્ગત જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા એ ૮૬ જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
ખાસ સધન સુધારણા ૨૦૨૫ અંતર્ગત આજરોજ જૂનાગઢ જિલ્લાનાં દરેક મતદાન મથકે ખાસ મેગા કલેક્શન કેમ્પ યોજાયો હતો. જેનું નિરીક્ષણ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ કર્યું હતુ. તેમણે જુનાગઢ શહેરની નરસિંહ વિદ્યામંદિર,કારમેલ કોન્વેન્ટ સ્કૂલ,બહાઉદીન કોલેજ,લોઢીયા વાડી,પીએમ શ્રી કન્યા પ્રાથમિક શાળા સહિતના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી એ મતદાન મથકો પર બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
અને તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી એ આવતીકાલ તા. ૨૩ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ ના ભાગરૂપે યોજાનાર કેમ્પમાં જૂનાગઢના તમામ મતદારો ને પોતાના મતદાન મથક ખાતે ઉપસ્થિત રહી બીએલઓ ની મદદથી ગણતરી ફોર્મ ભરવા અને ૨૦૦૨ ની મતદારયાદીની ખૂટતી વિગતો મેળવી, ગણતરી ફોર્મ બીલઓ ને જમા કરાવવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ