
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)કેન્દ્રીય વિદ્યાલય પાટણની વિદ્યાર્થીની માનસી પરમારે, ખેલ-મહાકુંભ 2025ની ચેસ પ્રતિયોગિતામાં પાટણ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની લાયકાત પ્રાપ્ત કરી છે. આ જિલ્લા સ્તરની સ્પર્ધા ૨૨ નવેમ્બર, 2025ના રોજ નાલંદા વિદ્યાલય, રાધનપુર ખાતે રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
માનસી પરમાર અને સૃષ્ટિ પંચાલે બંનેએ અગાઉ ૧૨ નવેમ્બર, 2025ના રોજ વાયડ પ્રાથમિક શાળા ખાતે બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી સરસ્વતી તાલુકા કક્ષાની સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યા હતા. ત્યાર બાદ જિલ્લા કક્ષાએ પણ તેમણે ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
પાટણ જિલ્લાના અન્ય તાલુકાના સ્પર્ધકોને હરાવીને માનસી અને સૃષ્ટિએ જિલ્લા સ્તરે પણ પ્રથમ અને દ્વિતીય સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ બંને વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાની ચેસ પ્રતિયોગિતામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ