ભાવનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ: અકવાડા નજીક દારૂલ ઉલુમ મદરેસા કમ્પાઉન્ડમાં 1500 ચો.મી. દબાણ દૂર
- પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ ભાવનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે વિશાળ “મેગા ડિમોલિશન ડ્રાઈવ” હાથ ધરી હતી. અકવાડા વિસ્તારમાં આવેલા દારૂલ ઉલુમ મદરેસા કમ્પાઉન્ડમાં થયે
ભાવનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ: અકવાડા નજીક દારૂલ ઉલુમ મદરેસા કમ્પાઉન્ડમાં 1500 ચો.મી. દબાણ દૂર, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ


ભાવનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ: અકવાડા નજીક દારૂલ ઉલુમ મદરેસા કમ્પાઉન્ડમાં 1500 ચો.મી. દબાણ દૂર, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ


- પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ

ભાવનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે વિશાળ “મેગા ડિમોલિશન ડ્રાઈવ” હાથ ધરી હતી. અકવાડા વિસ્તારમાં આવેલા દારૂલ ઉલુમ મદરેસા કમ્પાઉન્ડમાં થયેલ અનધિકૃત બાંધકામોને દૂર કરવાની કામગીરી તડકે સવારે શરૂ કરવામાં આવી. સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થળ પર 100થી વધુ પોલીસ કર્મચારીઓનો સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને નહીં અને કામગીરી સુસંગત રીતે આગળ વધે.

મ્યુનિસિપલ તંત્ર અનુસાર મદરેસાના કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ હોલ, રસોડું તેમજ કેટલાક અન્ય માળખાં અનધિકૃત હોવાનું જાણવા મળતા તેને દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી. આ કામગીરીમાં કુલ 1500 ચો.મી. જેટલું દબાણ દૂર કરાયું છે. ડિમોલિશન માટે 4 જેટલા JCB મશીનો, 3 હિટાચી મશીનો અને 2 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે કામગીરી ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ થઈ.

મદરેસા કમ્પાઉન્ડની બહાર આવેલી કેટલીક હોસ્ટેલ અને રહેણાંક ફલેટોમાં પણ ટીપી રોડમાં આવતી હદોમાં થયેલ દબાણોનું નિરીક્ષણ કરીને તેને દૂર કરવામાં આવ્યા. ઘોઘા રોડ પર આવેલા અકવાડા લેકથી લઈને અધેવાડા ગામને જોડતા 24 મીટર વિશાળ ટીપી રોડ માર્ગ ઉપર આવેલા અનેક અવરોધરૂપ બાંધકામોને પણ તંત્રે તોડી પાડ્યા.

મ્યુનિસિપલ તંત્રએ જણાવ્યું કે શહેરના વિકાસ કાર્યોને સરળ બનાવવા, રોડ નેટવર્ક સ્પષ્ટ રાખવા અને રહેણાંક વિસ્તારોમાં અનધિકૃત દબાણોને રોકવા માટે આવી કાર્યવાહી જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પર વધતા અનધિકૃત બાંધકામોની ફરિયાદો મળતા તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

સ્થળ પર હાજર અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે અને ક્યાંય કોઈ તંગદિલી કે વિરોધ જોવા મળ્યો નથી. પોલીસની ચુસ્ત તૈનાતી અને તંત્રના સુવ્યવસ્થિત આયોજનને કારણે ડિમોલિશન કામગીરીમાં કોઈ અડચણ આવી નહોતી.

આજે હાથ ધરાયેલી કાર્યવાહીથી 1500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર દબાણમુક્ત બનતા વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી તંત્રની અપેક્ષા છે. ભાવનગરમાં આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande