પ્રધાનમંત્રી મોદીએ, આબોહવા પરિવર્તન પર મજબૂત વૈશ્વિક સહયોગ માટે હાકલ કરી
જોહાન્સબર્ગ (દક્ષિણ આફ્રિકા), નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.). ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે સ્થાનિક સમય મુજબ જી-20 શિખર સંમેલનના બીજા સત્રમાં આબોહવા પરિવર્તનના મુદ્દા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, આજે વિશ્વએ આપત્તિઓ માટે તૈયારી ક
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, જી-20 શિખર સંમેલનના બીજા સત્રને સંબોધિત કર્યું


જોહાન્સબર્ગ (દક્ષિણ આફ્રિકા), નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.). ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે સ્થાનિક સમય મુજબ જી-20 શિખર સંમેલનના બીજા સત્રમાં આબોહવા પરિવર્તનના મુદ્દા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, આજે વિશ્વએ આપત્તિઓ માટે તૈયારી કરવા અને તેનો જવાબ આપવા માટે મજબૂત સહયોગમાં હાથ મિલાવવો જોઈએ.

આ માહિતી પ્રધાનમંત્રીના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. તેમણે આપત્તિઓ અને આબોહવા પરિવર્તનના મુદ્દા પર વૈશ્વિક ધ્યાન દોર્યું. પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, જોહાન્સબર્ગમાં જી-20 શિખર સંમેલનનું બીજું સત્ર આપત્તિઓ અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે એક મજબૂત વિશ્વ બનાવવા અને ઉર્જા સંક્રમણ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત હતું. આની સાથે એક મજબૂત ખાદ્ય કાર્યક્રમ હોવો જોઈએ. ભારત આ બધા મોરચે સક્રિયપણે કામ કરી રહ્યું છે અને માનવ-કેન્દ્રિત અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ જી-20 નેતાઓને યાદ અપાવ્યું કે, ભારતે 2023 માં સંગઠનના પ્રમુખપદ દરમિયાન આપત્તિ જોખમ ઘટાડા કાર્યકારી જૂથની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે, ભારતે આ મુદ્દાને પ્રાથમિકતા આપવા બદલ દક્ષિણ આફ્રિકાની પ્રશંસા કરી. મોદીએ જણાવ્યું હતું કે કુદરતી આફતો માનવતા માટે એક મોટો પડકાર છે અને તેનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે.

તેમણે કહ્યું કે, અવકાશ ટેકનોલોજી માનવતા માટે ઉપયોગી થવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રીએ, જી-20 ઓપન સેટેલાઇટ ડેટા ભાગીદારીનો પણ પ્રસ્તાવ મૂક્યો. તેમણે વિકસિત દેશોને આબોહવા પરિવર્તન માટે સમયસર અને સસ્તું આર્થિક સહાય પૂરી પાડવા પણ હાકલ કરી. તેમણે નવી દિલ્હીમાં સંમત થયેલા ડેક્કન સિદ્ધાંતો પર આધારિત જી-20 રોડમેપ માટે પણ અપીલ કરી. પ્રધાનમંત્રી મોદીએ, આ સમયગાળા દરમિયાન વિશ્વભરના અસંખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી છે અને એક્સ પર અનેક ફોટા શેર કર્યા છે. તેમણે વિશ્વ વેપાર સંગઠનના ડિરેક્ટર જનરલ ન્ગોઝી ઓકોંજો-ઇવેલા સાથે પણ મુલાકાત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande