પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે મહાનગરપાલિકા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ
પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025 અંતર
પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે મહાનગરપાલિકા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ.

પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે મહાનગરપાલિકા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં અંડર–14, અંડર–17, અંડર–19, ઓપન એજ, એબવ–40 તથા એબવ–60 જેવી કુલ છ કેટેગરીઓમાં રમતો યોજાઈ હતી. જેમાં 36 ખેલાડી ભાઈઓ અને 26 ખેલાડી બહેનો સહિત કુલ 62 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત આ સ્પર્ધાએ શહેરના યુવા અને વરિષ્ઠ ખેલાડીઓમાં રમત પ્રત્યેનો ઉમંગ વધાર્યો હતો. ખેલાડીઓમાં ટેબલ ટેનિસ પ્રત્યે વધતી રુચિ અને પ્રતિભા દેખાડતા આ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande