ગુજરાત સરકારના કર્મચારી તરીકેની નવી ઓળખ સાથે નવા સફરની શરૂઆત, જ્યારે ખુદ મુખ્યમંત્રી એ તેમના હસ્તે કરાવી છે,જે યાદગાર પ્રસંગ છે: રાજવીર વાઘેલા
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : સરકારશ્રી દ્વારા પારદર્શક અને પ્રામાણિક માપદંડોથી થયેલી ભરતી પ્રક્રિયા થકી,અમને સરકારનો એક ભાગ બનવાની તક મળી છે, સૌપ્રથમ તો આ પારદર્શક ભરતી પ્રક્રિયા માટે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર
રાજવીર વાઘેલા


ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : સરકારશ્રી દ્વારા પારદર્શક અને પ્રામાણિક માપદંડોથી થયેલી ભરતી પ્રક્રિયા થકી,અમને સરકારનો એક ભાગ બનવાની તક મળી છે, સૌપ્રથમ તો આ પારદર્શક ભરતી પ્રક્રિયા માટે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. આ શબ્દો છે, રાજવીર સિંહ જયનારાયણસિંહ વાઘેલાના.

જેઓ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક મેળવી, ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, ખેડૂત પિતાના સંતાન તરીકે ગુજરાત સરકારના આટલા મોટા વિભાગના સભ્ય બનવું એ, ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. અહીંથી ગુજરાત સરકારના કર્મચારી તરીકે અમને નવી ઓળખ મળી છે, અને આ નવી ઓળખ સાથે નવા સફરની શરૂઆત, જ્યારે ખુદ મુખ્યમંત્રી એ તેમના હસ્તે કરાવી છે, તેનો અમને બમણો આનંદ છે. આ સેવામાં જોડાઈ અમે પણ યથાશક્તિ જનસેવાના કાર્યો માટે પોતાનું યોગદાન આપવા પ્રતિબંધ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande