લીલિયા મોટી સિવિલ હોસ્પિટલમાં, રોગી કલ્યાણ સમિતિની બેઠક: આધુનિક સુવિધાઓ વધારવા ચર્ચા, ધારાસભ્ય મહેશ કસવાળાનું નિરીક્ષણ
અમરેલી,, 23 નવેમ્બર (હિ.સ.) લીલિયા તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સુલભ અને અસરકારક બનાવવા માટે લીલિયા મોટી સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હોસ્પિટલના વર્તમાન માળખા, સુવિધાઓ અને આવશ્યકતાઓ અંગે વિ
લીલિયા મોટી સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક: આધુનિક સુવિધાઓ વધારવા ચર્ચા, ધારાસભ્ય મહેશ કસવાળાનું નિરીક્ષણ


અમરેલી,, 23 નવેમ્બર (હિ.સ.) લીલિયા તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સુલભ અને અસરકારક બનાવવા માટે લીલિયા મોટી સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હોસ્પિટલના વર્તમાન માળખા, સુવિધાઓ અને આવશ્યકતાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને સેવાઓના વિકાસ અંગે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું.

આરોગ્ય સેવાઓને આધુનિક બનાવવાની દિશામાં હોસ્પિટલ માટે જરૂરી સાધન-સુવિધાઓ, મશીનરી, સ્ટાફ અને વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બેઠક દરમ્યાન ₹7 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ નવી સિવિલ હોસ્પિટલના સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. નવી હોસ્પિટલ વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને જનકેન્દ્રિત બને તે માટે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા.

ધારાસભ્ય મહેશ કસવાળાએ વ્યક્તિગત રીતે મુલાકાત લઈને ચાલી રહેલા કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરીને સ્થળ પરની આવશ્યકતાઓ અને સ્થાનિક જનતાની જરૂરિયાતોની માહિતી મેળવી હતી.

રોગી કલ્યાણ સમિતિની આ બેઠકથી લીલિયા તાલુકામાં આરોગ્ય માળખાને વિસ્તૃત કરવા અને લોકો સુધી વધુ ઉત્તમ સેવા પહોંચાડવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande