


પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આત્મા વિભાગ તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતો દ્વારા વિવિધ સ્થળોએ જાણકારી આપવામાં આવી રહી છે. જિલ્લાનાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને તેના ફાયદાઓ વિશે સમાજમાં વિસ્તૃત જાણકારી પહોંચે તે હેતુસર સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેના ભાગરૂપે રાણાકંડોરણાની પીએમ પે. સે. શાળા ખાતે પ્રાકૃતિક ખેડૂત દેવાભાઈ ખુટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના મૌલિક સિદ્ધાંતો, અન્ન ઉત્પાદનમાં થતો ગુણાત્મક વધારો તેમજ સ્વાસ્થ્યને થતાં ખાસ ફાયદાની વિગતવાર માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya