

પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ફટાણા–ભેટકડી રોડ પર જરૂરી મરામત કામગીરી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં વાહનવ્યવહાર સુગમ રહે તથા સ્થાનિક નાગરિકોને આવનજાવન દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી ગતિએ કાર્ય હાથ ધરવામાં આવ્યું.
જેના ભાગરૂપે ફટાણા ભેટકડી રોડ પર પડેલા ખાડાઓ ભરવા, સપાટી સમારકામ સંબંધિત જરૂરી સુધારાઓ પૂર્ણ કરવામાં આવતા હવે મુસાફરોને વધુ સુરક્ષિત અને સરળ માર્ગ સુવિધાનો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે સારા કનેક્ટિવિટીના ઉદ્દેશ્ય સાથે વિભાગ દ્વારા સમયાંતરે રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya