

પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : રાજ્યભરમાં તાજેતરમાં થયેલ ભારે કમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં માર્ગવ્યવસ્થા ત્વરિત દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરો તથા જિલ્લાઓમાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોની મરામતને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ માર્ગો પર તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ અનુસંધાનમાં આજે રોજીવાડા કાંટોલીયા માર્ગ પર જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. માર્ગમાં થયેલી ક્ષતિને ઝડપી ગતિએ દૂર કરીને વાહનવ્યવહાર સરળ રહે અને જાહેર જનતાની આવન-જાવન સુરક્ષિત બને તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya