
જુનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે 'સરદાર@ 150' યુનિટી માર્ચના અંતર્ગત માણાવદરમુકામે પદયાત્રાનું આયોજન થયું. સરદાર સાહેબની દૂરદેશી એકતાની ભાવના અને રાષ્ટ્રનિર્માણના તેમના યોગદાનને યાદ કરીને સૌ નાગરીકો આ ભવ્ય યાત્રાનો ભાગ બન્યા. આ માર્ચ એક પ્રવાસ નથી પણ ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટેનો એક સામૂહિક સંકલ્પ છે. આ પદયાત્રામાં માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ