સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિસાવદર વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈ
- સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલીઝંડીથી પ્રસ્થાન કરાવ્યું જુનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્લા
સરદાર વલ્લભભાઈ પટેલની


- સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલીઝંડીથી પ્રસ્થાન કરાવ્યું

જુનાગઢ, 23 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભામાં સરદાર@ 150 યુનિટી માર્ચ યોજાઇ હતી. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે વિસાવદર પ્રાંત કચેરી ખાતેથી આ યુનિટી માર્ચ માર્કેટીંગ યાર્ડ પાસેથી સરદાર ચોક અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ કાલસારી પ્રાથમીક શાળા ખાતે પૂર્ણ થઈ હતી. આ એકતા પદયાત્રામાં યાત્રીઓ સહિત સ્થાનિક નગરજનોએ પણ સરદારના જય ઘોષથી યાત્રાને વધાવી હતી.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે આપણે એક એવા વ્યક્તિત્વ માટે એકઠા થયા છીએ કે જેમણે આ દેશમાં પોતાનું જીવન સમર્પિત કરી આ દેશ માટે અનેક સપનાઓ જોયા હતા કે એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારત બને. સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે અનેક એવા કાર્યો કર્યા જેમના માટે આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના ભાગરૂપે અહીં ઉપસ્થિત થયા છીએ. ઘણા મહાપુરુષોએ પોતાનું જીવન આ દેશને સમર્પિત કરી અનેક લડતો સામે લડાઈ લડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક એવા નિર્ણયો કર્યા છે જે યાદગાર છે. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાના એકીકરણમાં પણ સરદાર સાહેબની મહત્વની ભૂમિકા રહી છે. આ ઇતિહાસના આધારે આવનારી પેઢીઓ સરદાર સાહેબે કરેલા કામો અને આ દેશ માટે જોયેલા સપનાઓ અને એમના વિચારો ઉપર ચાલે અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય.

આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, પ્રાંત અધિકારી સી.પી.હિરવાણીયા તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ યુવાનો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande