લાઠીમાં મતદાર યાદી સુધારણા અભિયાનનો પ્રારંભ: BLO દ્વારા ઘરે-ઘરે ફોર્મ વિતરણ, ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની મુલાકાત
અમરેલી,23 નવેમ્બર (હિ.સ.) લાઠી વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આજથી સત્તાવાર શરૂઆત મળી છે. મતદારોના નામ ઉમેરવા, સુધારવા અને દુરસ્ત કરવા ચૂંટણી આયોગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે લાઠીમાં BLOઓ દ્વારા ઘ
લાઠીમાં મતદાર યાદી સુધારણા અભિયાનનો પ્રારંભ: BLO દ્વારા ઘરે-ઘરે ફોર્મ વિતરણ, ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની મુલાકાત


અમરેલી,23 નવેમ્બર (હિ.સ.) લાઠી વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આજથી સત્તાવાર શરૂઆત મળી છે. મતદારોના નામ ઉમેરવા, સુધારવા અને દુરસ્ત કરવા ચૂંટણી આયોગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે લાઠીમાં BLOઓ દ્વારા ઘરે-ઘરે જઈને મતદાર સ્વરૂપ નં. 6, 7 અને 8ના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ પાત્ર નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે.

અભિયાનની પ્રગતિ જાણવા માટે લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આજે વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે મતદાર સુધારણા કેમ્પમાં હાજરી આપીને BLOઓ અને અધિકારીઓ પાસેથી કામગીરીની સંપૂર્ણ માહિતી મેળવી હતી. ધારાસભ્યએ BLOઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને મતદારોને જાગૃત કરી વધુમાં વધુ લોકો સુધી અભિયાન પહોંચાડવા સુચના આપી.

ચૂંટણી તંત્ર દ્વારા પણ જનજાગૃતિ માટે ગ્રામ પંચાયત, શાળાઓ અને જાહેર સ્થળોએ માર્ગદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લાઠી વિસ્તારમાં યુવાનો, નવા મતદાર અને સ્થળાંતર થયેલા નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ જરૂરી દસ્તાવેજો સાથે પોતાનો ફોર્મ સમયસર ભરાવી દે, જેથી આવનારી ચૂંટણીમાં કોઈ નામ રહી ન જાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande