અમદાવાદના ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન
- 20 JCB અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી અમદાવાદ, 24 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું આજે શહેરના પૂર્વ વિસ્તારમ
After Chandola Lake in Ahmedabad, mega demolition in Isanpur Lake


- 20 JCB અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

અમદાવાદ, 24 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું આજે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં.ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે ત્યારે તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરાઈ છે. ઈસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.

વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ACP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 પોલીસ કર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande