સિદ્ધપુરમાં SIR ડ્રાઇવ અંતર્ગત ધારાસભ્યની બૂથ મુલાકાત
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મતદાર યાદી સુધારણા વિશેષ કાર્યક્રમ (SIR ડ્રાઇવ) અંતર્ગત રવિવારે નર્સિંગ કોલેજ ખાતે આવેલા બૂથ નં. 210, 211, 212 અને 214ની મુલાકાત લઈને ચાલુ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમના સાથે શહેર
સિદ્ધપુરમાં SIR ડ્રાઇવ અંતર્ગત ધારાસભ્યની બૂથ મુલાકાત


પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મતદાર યાદી સુધારણા વિશેષ કાર્યક્રમ (SIR ડ્રાઇવ) અંતર્ગત રવિવારે નર્સિંગ કોલેજ ખાતે આવેલા બૂથ નં. 210, 211, 212 અને 214ની મુલાકાત લઈને ચાલુ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમના સાથે શહેર સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા.

રાજ્યમાં ચાલી રહેલી આ SIR વિશેષ ડ્રાઇવનો હેતુ બધા યોગ્ય નાગરિકોની મતદાર યાદીમાં નોંધણી સુનિશ્ચિત કરવો તેમજ અયોગ્ય નામો દૂર કરીને યાદીને વધુ ચોક્સ અને પારદર્શક બનાવવાનો છે. આ અભિયાન ભારતના નાગરિકોની ઓળખ યાદીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.

આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું કે સિદ્ધપુર વિધાનસભામાં એકપણ યોગ્ય મતદાર બહાર ન રહી જાય તે માટે સતત અને સમર્પિત રીતે કાર્ય કરવું જરૂરી છે. તેમણે મતદાર યાદીને સંપૂર્ણ બનાવવા માટે તમામને સક્રિય ભાગીદારી માટે અપીલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande