સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે હળવા ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિ.મી દૂર
ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) મુજબ, સોમવાર, 24 નવેમ્બરના રોજ વહેલી સવારે 3:06 વાગ્યે સૌરાષ્ટ વિસ્તારમાં હળવો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 રહી હતી. આ ભૂકંપનું કેન્દ
भूकम्प


ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) મુજબ, સોમવાર, 24 નવેમ્બરના રોજ વહેલી સવારે 3:06 વાગ્યે સૌરાષ્ટ વિસ્તારમાં હળવો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 રહી હતી.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે 15 કિ.મી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દિશામાં સ્થિત હતું. ભૂગોળીય સંયોજન મુજબ તેનો સ્થાન 21.188°N અને 70.546°E નોંધાયો હતો.

ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ અને મીરપુર વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આસપાસના ગામોમાં રહેલા લોકો અચાનક આંચકો અનુભવતા જ ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા અને થોડીવાર માટે દહેશતનો માહોલ સર્જાયો હતો.

સદભાવની બાબત એ છે કે, આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મિલ્કતનું નુકસાન થયાની માહિતી સામે આવી નથી. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande