હંગેરિ ના બેનેડેક, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા બન્યા
બુડાપેસ્ટ, નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.). હંગેરિયન સમાચાર એજન્સી એમટીઆઈ અનુસાર, હંગેરિ ના આધુનિક પેન્ટાથ્લોન ખેલાડી ગેબર બેનેડેક (98) વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા બન્યા છે. આ સિદ્ધિ ભૂતપૂર્વ સોવિયેત યુનિયન ફૂટબોલ ખેલાડી ન
હંગેરિ ના આધુનિક પેન્ટાથ્લોન ખેલાડી ગેબર બેનેડેક


બુડાપેસ્ટ, નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.). હંગેરિયન સમાચાર એજન્સી એમટીઆઈ અનુસાર, હંગેરિ ના આધુનિક પેન્ટાથ્લોન ખેલાડી ગેબર બેનેડેક (98) વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા બન્યા છે. આ સિદ્ધિ ભૂતપૂર્વ સોવિયેત યુનિયન ફૂટબોલ ખેલાડી નિકિતા સિમોનયાનનું 99 વર્ષની વયે અવસાન થયા બાદ આવી છે.

આર્મેનીયન વંશના સિમોનયાને 1956ના મેલબોર્ન ઓલિમ્પિકમાં સોવિયેત ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 12 ઓક્ટોબરના રોજ પોતાનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો.

સિમોનયાનના અવસાન સાથે, બેનેડેક હવે સૌથી વૃદ્ધ જીવંત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા છે. 23 માર્ચ, 1927ના રોજ ટિસાફ્યુરેડમાં જન્મેલા, બેનેડેકે 1952ના હેલસિંકી ઓલિમ્પિકમાં ટીમ સુવર્ણ ચંદ્રક અને વ્યક્તિગત રજત ચંદ્રક જીત્યા હતા. ત્યારબાદ તેમણે વ્યક્તિગત અને ટીમ બંને શ્રેણીઓમાં વિશ્વ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા.

બેનેડેક 1970 થી જર્મનીના બોન શહેર નજીક રહે છે

નોંધનીય છે કે, પાંચ વખતની ઓલિમ્પિક જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયન હંગેરીની એગ્નેસ કેલેટી, જેનું આ વર્ષે 2 જાન્યુઆરીએ તેમના 104મા જન્મદિવસ પહેલા અવસાન થયું હતું, તે અત્યાર સુધીની સૌથી મોટી ઉંમરની ઓલિમ્પિક ચેમ્પિયન છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande