
જિનેવા, નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.). ફીફા અને સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટે એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વિકાસશીલ દેશો અને પ્રદેશોમાં રમતગમતના માળખાને મજબૂત બનાવવા માટે 1 અબજ ડોલર સુધીનું ભંડોળ પૂરું પાડશે.
ફીફા અનુસાર, આ ભંડોળ સ્ટેડિયમના નિર્માણ અને સુધારણા અને આવશ્યક આસપાસની રમતગમત સુવિધાઓના વિકાસ પર ખર્ચવામાં આવશે.
ફીફા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ વિકાસશીલ દેશો અને તેમના સંબંધિત ફીફા સભ્ય સંગઠનોને પ્રાથમિકતા આપશે, જેનાથી તેઓ વિકાસને ઉત્તેજીત કરતી, તકો ઊભી કરતી અને તમામ સ્તરે ભાગીદારીને પ્રેરણા આપતી સુવિધાઓમાં રોકાણ કરી શકશે.
ફીફા પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોએ કરારને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, આ કરાર અમારા ફીફા સભ્ય સંગઠનોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા, ફૂટબોલને ખરેખર વૈશ્વિક રમત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ