
નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.). ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાંથી ત્રીજી મેચ બાદ મુક્ત કરવામાં આવ્યો છે. કુલદીપને આ મેચમાં પણ રમવાની તક મળી ન હતી.
ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય એટલા માટે લીધો છે કે, કુલદીપ ભારત એ ટીમમાં જોડાઈ શકે અને દક્ષિણ આફ્રિકા એ સામેની બીજી ચાર દિવસીય મેચમાં ભાગ લઈ શકે. આ મેચ 6 નવેમ્બરથી બેંગલુરુમાં બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે.
બીસીસીઆઈ એ તેના સત્તાવાર 'એક્સ' એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.
કુલદીપની રેડ-બોલ પ્રેક્ટિસનો મુખ્ય હેતુ તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે તૈયાર કરવાનો છે.
અપડેટ કરેલ ભારતની ટી-20 ટીમ (ચોથી અને પાંચમી ટી-20 માટે):
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રીન્કુ સિંહ અને વોશીન્ગ્ટન સુંદર .
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ