
નવી દિલ્હી, 5 નવેમ્બર (હિ.સ.): આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે વાલ્મિકી નગર અને ચનપટિયામાં જાહેરસભાઓને સંબોધિત કરશે.
પાર્ટીના જણાવ્યા અનુસાર, પહેલી જાહેર રેલી સવારે 11 વાગ્યે વાલ્મિકી નગરમાં અને બીજી બપોરે 12:30 વાગ્યે ચનપટિયામાં યોજાશે. આ રેલીઓ દ્વારા, કોંગ્રેસ પશ્ચિમ ચંપારણ ક્ષેત્રમાં પોતાનો ટેકો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ