
જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) જામનગરના લીમડાલેન વિસ્તારમાં એક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. જે મકાનમાં એક પરિવાર ભાડેથી રહે છે, પરંતુ ગઈકાલે પરિવાર મકાનને બંધ કરીને બહારગામ ગયો હતો. જે દરમિયાન રાત્રીના સમયે ત્રણ જેટલા તસ્કરો ચોરીના ઇરાદે મકાનની અંદર ઘુસ્યા હતા. જ્યાં અવાજ આવતાં આડોશી પાડોશીઓને જાણ થઈ જવાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને ભારે દેકારો મચી ગયો હતો. જે ઘટના બાદ બે તસ્કરો ત્યાંથી ભાગી છુટવામાં સફળ થયા હતા, પરંતુ એક તસ્કર મકાનના માળીયામાં સંતાઈ ગયો હતો.દરમિયાન પડોશીઓએ પોલીસને બોલાવીને સુપ્રત કર્યો હતો. જેથી પોલીસ ટુકડીએ ચોરીના ઇરાદે ઘુસેલા એક તસ્કરને અટકાયતમાં લીધો છે, અને જીપમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે જ્યારે તેના અન્ય બે સાગરીતોની શોધખોળ ચલાવાઇ રહી છે. તસ્કરો કોઈ માલમતા ઉઠાવી જવામાં સફળ થાય તે પહેલાં પાડોશીઓજાગી જતાં ટોળા એકઠા થઈ ગયા હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt