
વલસાડ, 6 નવેમ્બર (હિ.સ.): વલસાડ તાલુકાના સરોધી ગામે બુધવારે સાંજે રેતીના પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં એક વર્ષની બાળકનું કરુણ અવસાન થયું. ટાટા હાઇવા ડમ્પર (MH-04-LQ-3022) રેતી ભરવા ઝડપથી અંદર પ્રવેશતા દિલીપભાઈ મકોડિયાના પુત્ર પ્રવિણને અડફેટે લીધો હતો.
દિલીપભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પરિવાર સાથે પ્લાન્ટમાં કામ કરે છે. ઘટનાના સમયે તેઓ કામમાં હતાં અને તેમની પત્ની ઝૂંપડામાં ભોજન તૈયાર કરી રહી હતી. ગંભીર ઇજાગ્રસ્ત પ્રવિણને તરત જ કસ્તુરબા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.
વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે અને ટ્રક ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધાયો છે. અકસ્માતે પ્લાન્ટોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી ચિંતા ઉભી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે